મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના બોપલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિનું આજે જાતે પાણીમાં ચાલતા ફરીને પ્રત્યક્ષ મુલાકાત દ્વારા નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ અધિકારીઓ સાથે સ્થળ પર જ વરસાદી પાણીના નિકાલ, રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ સ્થિતિને પૂર્વવત કરવા માટેની કામગીરીને વધુ ઝડપી બનાવવા તેમજ જરૂરી માનવબળ, સાધનો અને વ્યવસ્થાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરા પાડ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી અસરગ્રસ્ત બોપલ વિસ્તારની મુલાકાત દરમિયાન સ્થાનિક નાગરિકો સાથે પણ તેમની મુશ્કેલીઓ બાબતે સંવેદનાપૂર્વક સંવાદ કર્યો હતો.
显示更多