注册并分享邀请链接,可获得视频播放与邀请奖励。

CMO Gujarat 的个人资料封面
CMO Gujarat 的头像

CMO Gujarat (@CMOGuj)

@CMOGuj
0 正在关注    0 粉丝
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રત્યેક નાગરિકની સલામતી અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત#
显示更多
0
6
113
40
转发到社区
અતિવૃષ્ટિની સ્થિતિ વચ્ચે અમદાવાદ ગ્રામ્ય પોલીસે વહાવી માનવતાની ગંગા. અતિભારે વરસાદની વિષમ સ્થિતિમાં પણ જીવના જોખમે વડીલો, મહિલાઓ અને માસુમ બાળકોને અત્યંત સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાની કામગીરી કરતા આપણા આપત્તિમિત્રો - ગુજરાત પોલીસ..! આપત્તિના સમયે નાગરિકોની રક્ષા કાજે અહર્નિશ કાર્યરત પોલીસના જવાનોનું ઉત્કૃષ્ટ માનવતાવાદી કાર્ય માત્ર ફરજ નહીં પરંતુ સાહસ, સેવાભાવ અને સંવેદનશીલતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
显示更多
0
3
31
16
转发到社区
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના બોપલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિનું આજે જાતે પાણીમાં ચાલતા ફરીને પ્રત્યક્ષ મુલાકાત દ્વારા નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ અધિકારીઓ સાથે સ્થળ પર જ વરસાદી પાણીના નિકાલ, રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ સ્થિતિને પૂર્વવત કરવા માટેની કામગીરીને વધુ ઝડપી બનાવવા તેમજ જરૂરી માનવબળ, સાધનો અને વ્યવસ્થાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરા પાડ્યા હતા. મુખ્યમંત્રીશ્રી અસરગ્રસ્ત બોપલ વિસ્તારની મુલાકાત દરમિયાન સ્થાનિક નાગરિકો સાથે પણ તેમની મુશ્કેલીઓ બાબતે સંવેદનાપૂર્વક સંવાદ કર્યો હતો.
显示更多
0
5
39
22
转发到社区
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સંવેદનશીલતા અને સજ્જતા સાથે કુદરતી આપત્તિના સમયે નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત#
显示更多
0
5
61
24
转发到社区
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા અને પરીક્ષા પ્રણાલીમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માટે સરકાર કટિબદ્ધ છે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય સાથે ચેડાં કરનાર પેપર લીક કાંડના દોષિતો માટે ઝડપી અને કડક સજા સુનિશ્ચિત કરવા ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય દેશના વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવાની સરકારની પ્રાથમિકતા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. #FastTrackJudgement#
显示更多
0
1
19
10
转发到社区
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિ અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાતચીત કરીને વિગતો મેળવી છે. માનનીય વડાપ્રધાનશ્રીએ ભારે વરસાદને કારણે રાજ્યમાં ઊભી થયેલી પરિસ્થતિમાં કેન્દ્ર સરકાર તરફથી બચાવ, રાહત અને સલામતીના પગલાંઓમાં સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.
显示更多
0
7
74
21
转发到社区
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણના મજબૂત પાયા પર 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત’નું નિર્માણ કરવા પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત#
显示更多
0
3
51
19
转发到社区