દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ ગંભીર છે. સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં તંત્ર સંપૂર્ણ ક્ષમતા સાથે રાહત અને બચાવ કામગીરીમાં કાર્યરત છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પણ પરિસ્થિતિ અંગે સતત ચિંતિત છે અને રાજ્ય સરકારને જરૂરી સૂચનાઓ આપી છે.
મારી સૌને અપીલ છે કે રેડ એલર્ટને ગંભીરતાથી લો, અત્યંત જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળો અને કોઈપણ પ્રકારનું જોખમ ન લો. જ્યાં શક્ય હોય ત્યાં પોતાની સુરક્ષાનું ધ્યાન રાખીને એકબીજાને મદદરૂપ થજો.
આ કટોકટીના સમયમાં આપણી અને આપણા પરિવારની સુરક્ષા સર્વોપરી છે. સાવચેત રહો, સુરક્ષિત રહો અને તંત્રને સહયોગ આપો.
显示更多